Wednesday, 5 March 2014

નવ તબક્કામાં ચૂંટણી, 7મી એપ્રિલથી શ્રીગણેશ, 73 દિવસ આચારસંહિતા


ચૂંટણીપંચ બુધવારે લોકસભા તથા સિક્કિમ, ઓડિશા અને આંધ્રપ્રદેશની ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. તારીખોની જાહેરાતની સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે અને રાજકીય પક્ષો માટે તાત્કાલિક અસરથી આચારસંહિ‌તા લાગુ થઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર વી. એસ. સંપટની અન્ય બે ચૂંટણી કમિશનર એચ. એસ. બ્રહ્મા અને એસ. એન. એ. ઝૈદીની સાથે હતા. પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ ચૂંટણીપંચના મુખ્યાલય નિર્વાચન ભવનના બદલે વિજ્ઞાનભવન ખાતે યોજાઈ રહી છે. 
ગુજરાતમાં તા. 30મીએપ્રિલે મતદાન યોજાશે. આ દિવસે લોકસભાની ચૂંટણીઓ ઉપરાંત ધારાસભ્યોની પેટા ચૂંટણીઓ પણ યોજાશે. આ બેઠકો પરથી તાજેતરમાં કેટલાક ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. 
 
ચૂંટણી કાર્યક્રમ 
 
પ્રથમ તબક્કાના મતદાનની તારીખ – 7 એપ્રિલ, બે રાજ્યોમાં છ બેઠકો પર
બીજો તબક્કાના મતદાનની તારીખ – 9 એપ્રિલ, 5 રાજ્યોમાં  સાત બેઠકો પર 
ત્રીજા તબક્કાના મતતદાનની તારીખ - 10 એપ્રિલ, 14 રાજ્યો, 92 બેઠકો 
ચોથા તબક્કામાં મતદાનની તારીખ -  12 એપ્રિલ, 3 રાજ્યો, 5 બેઠકો 
પાંચમા તબક્કામાં મતદાનની તારીખ - 17 એપ્રિલ, 13 રાજ્યોમાં 122 બેઠકો પર 
છઠ્ઠા તબક્કામાં મતદાનની તારીખ -24 એપ્રિલ, 12 રાજ્યો અને 117 બેઠકો પર 
સાત તબક્કામાં મતદાનની તારીખ - 30 એપ્રિલ, 9 રાજ્યો, 89 બેઠકો
આઠમા તબક્કામાં મતદાનની તારીખ – 7મી મે, 7 રાજ્યો અને 64 બેઠકો પર
નવમા તબક્કામાં મતદાનની તારીખ - 12મે, 3 રાજ્યોની 41 બેઠકો પર

હાઈપ્રોફાઈલ બેઠકોની ચૂંટણી તારીખ

રાય બરેલી – 30મી એપ્રિલ
અમેઠી – 7મી મે
પટણા – 17 એપ્રિલ
મુંબઈ – 24 એપ્રિલ
ભોપાલ અને જયપુર – 17 એપ્રિલ
કોલકતા – 12મી મે
લખનઉ અને કાનપુર – 30મી એપ્રિલ
અલ્લાહબાદ – 7મી મે
વારાણસી – 12મી મે
અમદાવાદ અને ગાંધીનગર – 30મી એપ્રિલ
ગોરખપુર – 12મી મે
મૈનપુર – 24મી એપ્રિલ
 
ગત વખતે પાંચ વખતમાં ચૂંટણીઓ યોજાઈ હતી. આ વખતે નવ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. ચૂંટણી કમિશ્નનરના કહેવા પ્રમાણે, તબક્કાના આધારે ચૂંટણીઓના તબક્કાનું મુલ્યાંકન ન થવું જોઈએ. કારણ કે સ્થાનિક પરિસ્થિતિઓના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. કુલ 72 દિવસમાં મતદાન પ્રક્રિયા યોજાશે. આ ગાળામાં ઓપિનિયન પોલ્સ યોજાઈ શકશે, જો કે એક્ઝિટ પોલ પર પ્રતિબંધ રહેશે. 
 
મતગણતરી 
 
તા. 16 મેના શુક્રવારે મત ગણતરી થશે. એક જ દિવસમાં મતગણતરી થઈ જશે તેવી ચૂંટણી પંચને આશા છે.
 
ભાજપની પ્રતિક્રિયા

ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ચૂંટણીઓએ લોકશાહીનું પર્વ છે. તેના માટે અમે તૈયાર છીએ. અને ચૂંટણી પંચની જાહેરાતને અમે આવકારીએ છીએ. જ્યારે ભાજપના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, તા. 16મી મે પછી કોંગ્રેસ મુક્ત ભારતનું નિર્માણ થશે, જેની આજથી શરૂઆત થઈ ગઈ છે. અગાઉથી જ અમે ઈલેક્શન મોડમાં છીએ અને અમને આશા છે કે, ચૂંટણીઓ પછી ભાજપ એકલા હાથે 272 કરતા વધુ બેઠકો મેળવશે અને એનડીએ સાથે મળીને કેન્દ્રમાં સરકારનું ગઠન કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અમે ચૂંટણી પંચને સહાય કરીશું અને શક્ય તમામ સહકાર આપીશું.

આ ચૂંટણીમાં આટલું પ્રથમ વખત થશે

- તમામ નક્સલપ્રભાવિત વિસ્તારોમાં એકસાથે મતદાન થશે
- દેશના ઈતિહાસના અત્યારસુધીની સૌથી મોટી ચૂંટણી
- દેશના ઈતિહાસની અત્યારસુધીની સૌથી મોંઘી ચૂંટણી
- સૌથી વધુ મતદાતાઓ આ વખતે મતાધિકારનો પ્રયોગ કરશે
- ઓપિનિયન પોલ પર કોઈ પ્રતિબંધ નહીં, પરંતુ એક્ઝિટ પોલ્સ પર પ્રતિબંધ રહેશે.
- 2014 લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત આશરે 81 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
-પ્રથમ વખત ચૂંટણી નવ તબક્કાઓમાં પૂર્ણ થશે. ગયા વખતે પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી
- ફોટો વોટર સ્લીપનો પ્રથમ વખત અમલ. તેનાથી મતદારને તેના પોલિંગ બુથની માહિતી અને સરનામું તથા તેના સિરિયલ નંબર તેની ઉપર છપાયેલા હશે. તેમાં ચૂંટણી તારીખ પહેલા ત્રણથી સાત દિવસ પૂર્વે વિતરણ થશે.
- અમુક બેઠક પર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિનની સાથે ઈલેક્ટ્રોનિક ટ્રેલનો પણ પ્રયોગ કરવામાં આવશે. જેના પરથી મતદાતાને ખબર પડશે કે મત પડ્યો છે કે નહીં
- ચૂંટણીઓ દરમિયાન 'નોટા'નો વિકલ્પ આપવામાં આવશે. નોન ઓફ ધ અબવનો વિક્લ્પ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ વિકલ્પ આપવો અનિવાર્ય હતો.
ચૂંટણી કમિશ્નરની પત્રકાર પરિષદના મુખ્ય મુદ્દાઓ 
 
- 98.6 ટકા લોકો પાસે ફોટોવાળા વોટર્સ આઈડી કાર્ડ છે. 
- તા. 9મી માર્ચે બુથ પર નવ લાખ જગ્યાઓએ લોકો તેમના નામ મતદાર યાદીમાં ચકાસીશકશે. 
- તહેવારો અને પરીક્ષાઓને ધ્યાનમાં લઈને તારીખો નક્કી થઈ. 
- નવ લાખ ત્રીસ હજાર પોલિંગ સ્ટેશન્સ પર મતદાન થશે. ગત વખત કરતા બાર ટકા વધારે
- આદર્શ આચારસંહિતાનો તાકિદની અસરથી અમલ શરૂ
- મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. 
- દેશના સંવેદનશીલ સ્થળો પર નબળા વર્ગના લોકો મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ કરી શકે તે માટે પૂરતી જોગવાઈઓ કરવામાં આવી છે. 
- આઈટી અને બીજા સરકારી વિભાગોને સાથે રાખીને ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવામાં આવશે. ફ્લાઈંગ સ્કવોડ્સ, ચેક પોસ્ટ્સ, મોનિટરિંગ કમિટિ અને મીડિયાના ઉપયોગ દ્વારા મની પાવર પર નિયંત્રણ લાદવાનો પ્રયાસ કરવામાં આવશે.
 
અનિવાર્ય હતી ચૂંટણી તારીખોની જાહેરાત
વર્તમાન લોકસભાનો કાર્યકાળ ૧લી જૂનના રોજ સમાપ્ત થાય છે, આ સંજોગોમાં નવા ગૃહની રચના ૩૧મી મે પહેલાં કરવી અનિવાર્ય છે. લોકસભાની ચૂંટણીઓની સાથે સાથે તેલંગાણા સહિ‌ત આંધ્રપ્રદેશ, ઓડિશા અને સિક્કિમની વિધાનસભાઓ માટે પણ ચૂંટણીઓ યોજવામાં આવશે. બંધારણીય જોગવાઈઓ પ્રમાણે, વિધાનસભા કે લોકસભાના બે સત્રોની વચ્ચે છ મહિનાથી વધુનો ગાળો ન રહેવો જોઈએ. એટલે પણ તારીખોની જાહેરાત કરવી અનિવાર્ય બની ગઈ હતી.


આંધ્રપ્રદેશ: 30 એપ્રિલ અને 7 મે
અરૂણાચલપ્રદેશ:  9 એપ્રિલ
આસામ: 7 એપ્રિલ, 12 એપ્રિલ, 24 એપ્રિલ
બિહાર: 10 એપ્રિલ -17 એપ્રિલ -24 એપ્રિલ -30 એપ્રિલ -7મે -12મે
છત્તિસગઢ: 10 એપ્રિલ -17 એપ્રિલ -24 એપ્રિલ
ગોવા: 17 એપ્રિલ
ગુજરાત:  30 એપ્રિલ
હરિયાણા:  10 એપ્રિલ
હિમાચલ:  7 મે
જમ્મુ-કાશ્મીર: 10 એપ્રિલ,  -17 એપ્રિલ -24 એપ્રિલ -30 એપ્રિલ -7 મે
ઝારખંડ: 10 એપ્રિલ -17 એપ્રિલ - 24 એપ્રિલ
કર્ણાટક:  17 એપ્રિલ
કેરળ: 10 એપ્રિલ
મધ્યપ્રદેશ: 10 એપ્રિલ -17 એપ્રિલ -24 એપ્રિલ
મહારાષ્ટ્ર: 10 એપ્રિલ -17 એપ્રિલ -24 એપ્રિલ
મણિપુર: 9 એપ્રિલ -17 એપ્રિલ
મેઘાલય: 9 એપ્રિલ
મિઝોરમ: 9 એપ્રિલ
નાગાલેન્ડ: 9 એપ્રિલ
ઓડિશા: 10 એપ્રિલ -17 એપ્રિલ
પંજાબ: 30 એપ્રિલ
રાજસ્થાન: 17 એપ્રિલ -24 એપ્રિલ
સિક્કિમ: 12 એપ્રિલ
તામિલનાડુ: 24 એપ્રિલ
ત્રિપુરા: 7 એપ્રિલ- 12 એપ્રિલ
ઉત્તર પ્રદેશ:  10 એપ્રિલ-17 એપ્રિલ- 24 એપ્રિલ- 30 એપ્રિલ -7મે -12મે
ઉત્તરાખંડ 7 મે
પશ્ચિમ બંગાળ: 17 એપ્રિલ -24 એપ્રિલ 30 એપ્રિલ -7 મે-12 મે
આંદમાન નિકોબારઃ   12 એપ્રિલ
ચંદીગઢ:  12 એપ્રિલ
દાદરાનગર હવેલી:  30 એપ્રિલ
દમણ:  30 એપ્રિલ
લક્ષદ્વિપ: 10 એપ્રિલ
દિલ્હી: 10 એપ્રિલ
પોંડ્ડીચેરી:


vote for india
jai hind

Courtesy:divyabhaskar.com
 
 24 એપ્રિલ


No comments:

Post a Comment