Tuesday, 25 February 2014

SAMSUNG GALAXY S 5

આતુરતાનો અંત આવી ગયો છે. લોકો જેને ઝલક નિહાળવા બેચેન હતા તે Samsung નો લેટેસ્ટ ગેલેક્સી એસ5 સ્માર્ટફોન હવે પ્રસ્તુત છે. બાર્સેલોનામાં કંપનીએ તેને ગ્રાન્ડ સ્ટાઇલમાં લોન્ચ કરીને તેના બેનમુન ફીચર્સ જણાવ્યા છે. તેના ખાસ આકર્ષિત કરે તેવા ફીચર્સમાં હાર્ટ રેટ મોનિટર અને ફીંગરપ્રિન્ટ સ્કેનર નો સમાવેશ થાય છે. જો કે જેવા રિપોર્ટ હતા તેવી આઇ સેન્સીંગ ટેક્નોલોજીનો આ ફોનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે સેમસંગ ના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મોબાઇલ કોમ્યુનિકેશન ડીવીઝનના હેડ જે.કે.શીને લૉન્ચિંગ સમયે જણાવ્યુ,

''અમારા ગ્રાહકો ને એવી તકલીફ પડે તેવી કોમ્પ્લેક્સ ટેક્નોલોજીની જરુરત રહેતી નથી. તેમને હંમેશા ડ્યુરેબલ ડિઝાઇન અને વધુ સારુ પ્રદર્શન આપે તેવો ફોન જોઇએ છે.'' આ સ્માર્ટફોન 11 એપ્રિલ 2014 થી વિશ્વના 150 દેશોમાં ઉપલબ્ધ થશે. એસ5 ની કિંમત પણ તે સમયેજ જાહેર કરવામાં આવશે. ફીચર્સની વાત છે ત્યાં સુધી આ ફોનમાં અમુક ખાસ ફીચર્સ છે જે યુઝર્સને પસંદ પડી શકે છે. જ્યારે અમુક બાબતો માં તે પુરોગામી એસ4 જેવીજ ખાસિયતો ધરાવે છે. સ્ટાઇલ અને ડીઝાઇન સાથે વધુ ચમકદાર ડિસ્પ્લેથી સજ્જ આ સ્માર્ટફોનની દરેક વિગતો અહીં જાણવા મળશે.

એન્ડ્રોઇડ 4.4 કીટકેટ ઓએસ, વોટર રેઝીસ્ટન્ટ પ્રોફાઇલ

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડની લેટેસ્ટ કિટકેટ વર્ઝનથી સજ્જ કરવામાં આવ્યો છે. તેની 5.1 ઇન્ચની સુપર AMOLED ડિસ્પ્લેમાં
1080 x 1920 પિક્સલ ફુલ એચડી રેઝોલ્યુશન મળે છે. આ સ્માર્ટફોનમાં 2.5 GHz quad-core પ્રોસેસર અને 2 જીબી રેમ શામેલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એસ4 માં પણ 2 જીબી રેમ છે, જ્યારે અગાઉ રિપોર્ટ હતા કે એસ5 માં 4 જીબી રેમ શામેલ હશે. આ ફોન 16 તેમજ 32 જીબી વેરીયન્ટમાં ઉપલબ્ધ થશે. માઇક્રો એસડી કાર્ડની મદદથી મેમરીને 64 જીબી સુધી વધારી શકાય છે. આ ફોન Sony ના એક્સપેરીયા મોડલની જેમજ વોટર રેઝીસ્ટન્ટ હોવાનુ કંપનીએ જણાવ્યુ છે. આ ફોનની ડિસ્પ્લેની ખાસિયત એ છે કે તે બહારના વાતાવરણ પ્રમાણે યુઝર્સને વધુ બ્રાઇટ કે ડીમ થવા માટેનું નોટિફીકેશન આપે છે, જેનાથી આસપાસના અન્ય લોકો ડીસ્ટર્બ ન થાય. આ રીતે કંપની અલગ અલગ ફીચર્સ પર ફોકસ કરતી હોય તેવુ લાગે છે.


16 મેગાપિક્સલનો બ્રાઇટ કેમેરા, ફીંગરપ્રિન્ટ સ્કેનર અને હાર્ટ રેટ મોનિટર

એસ 5 માં 16 મેગાપિક્સલનો કેમેરા એચડીઆર સાથે શામેલ કરવામાં આવ્યો છે. અને સાથે 2.1 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે કેમેરા 30 ફ્રેમ પ્રતિ સેકન્ડના હિસાબે અલ્ટ્રા હાઇ ડેફીનેશન વિડિયો રેકોર્ડ કરવા સક્ષમ છે. સાથે એચડીઆર અને વિડિયો સ્ટેબિલાઇઝેશન ફન્ક્શનાલીટી પણ છે અને ફાસ્ટ ઓટોફોકસ પણ તેનુ આગવુ પાસુ છે. એપલના આઇફોન 5 એસની જેમ આ ફોનમાં પણ ફિંગરપ્રિન્ટ સ્કેનર હોમ બટન પર શામેલ કરવામાં આવ્યુ છે. તેમજ હાર્ટ રેટ મોનિટર ફીચર પણ છે.


ઇન્ફ્રારેડ, 4જી એલટીઇ તેમજ ખાસ ડાઉનલોડ બુસ્ટર

કનેક્ટીવીટી ઓપ્શન્સની વાત છે ત્યાં સુધી આ ફોન 4જી એલટીઇ, વાઇફાઇ 802.11a/b/g/n/ac (MIMO ફન્ક્શનાલીટી સાથે), એએનટી+, બ્લૂટૂથ 4.0, યુએસબી 3.0, એનએફસી અને ઇન્ફ્રારેડ રિમોટ ફન્ક્શનાલીટી સપોર્ટ કરે છે. બીજુ ખાસ ફીચર તેમાં એમ્બેડ થયેલુ ડાઉનલોડ બુસ્ટર છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ડાઉનલોડ બુસ્ટર એલટીઇ તેમજ વાઇફાઇ નેટવર્ક પર કોઇ પણ ફાઇલને સ્પીડમાં ડાઉનલોડ કરી આપવામાં સહાયક બને છે. બેટરીની વાત છે ત્યાં સુધી આ ફોનમાં 2800mAh કેપેસીટીની બેટરી છે જે દાવા પ્રમાણે 21 કલાકનો ટોકટાઇમ અને 390 કલાકનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે.

KNOX સિક્યોરીટી ફીચર થી યુઝર્સનો ડેટા રહેશે એકદમ સુરક્ષિત

યુઝર્સના અગત્યના ડેટાને સુરક્ષિત રાખવા માટે Samsung  ખાસ KNOX  સિક્યોરીટી સોફ્ટવેર આ ફોનમાં શામેલ કર્યુ છે. આ સોફ્ટવેર કોઇ પણ માલવેર એટેક સામે લડવા માટે સિક્યોરીટી સિસ્ટમથી સજ્જ છે, જેનાથી ડેટાને આંચ નહીં આવે. ફોનનું વજન 145 ગ્રામનું છે જે ગેલેક્સી એસ4 કરતા થોડુ વધારે છે. તેમજ તેના ડાયમેન્શન્સ 142x 72.5 x8.1 mm છે. આ રીતે એસ 4 ની 7.9 mm જાડાઇ કરતા તે થોડો મોટો કહી શકાય. એસ5  ચાર કલર વેરીયન્ટમાં ઉપલબ્ધ થશે. યુઝર્સ તેને ચારકોલ બ્લેક, શીમરી વ્હાઇટ, ઇલેક્ટ્રીક બ્લૂ અથવા કોપર ગોલ્ડ કલરમાં પસંદ કરી શકે છે. નોંધપાત્ર બાબત એ છે કે આ ફોન સેમસંગ ગિયર ફીટ ને સપોર્ટ કરશે. ગિયર ફીટ કંપનીની કર્વ્ડ ડિઝાઇન ધરાવતી એમોલેડ ડિસ્પ્લે આધારિત સ્વાસ્થ્ય પર ફોકસ કરતી વ્રીસ્ટબેન્ડ છે. તે સિવાય ક્રોમ, ડ્રાઇવ, ફોટોઝ, જીમેલ,  ગુગલ+, ગુગલ સેટિંગ્સ, હેન્ગઆઉટ્સ, મેપ્સ, પ્લેબુક્સ, પ્લેગેમ્સ, પ્લે ન્યુઝસ્ટેન્ડ, પ્લે મુવી, પ્લે સ્ટોર, વોઇસ સર્ચ તેમજ યુ ટ્યુબ સહિતની ગુગલ સર્વિસ સાથે આ ફોન સજ્જ હશે.

Samsung નુ વૈશ્વિક માર્કેટ શેર 31 ટકા, એપલનું 16

વિશ્વની સૌથી જાણીતી અને વિશ્વસનીય સ્માર્ટફોન કંપની એપલને સેમસંગે છેલ્લા અમુક વર્ષોમાં ખાસ્સી સ્પર્ધામાં મુકી છે. જેમાં ખાસ કરીને ગેલેક્સી એસ સીરીઝ આઇફોન સામે સૌથી મોટી હરીફ તરીકે ઉભરી છે. એક રિપોર્ટ પ્રમાણે સેમસંગનુ વૈશ્વિક માર્કેટ શેરીંગ ગયા વર્ષે 31 ટકા હતુ જેની સામે એપલનું શેરીંગ તેનાથી લગભગ અડધુ એટલે કે 16 ટકા સુધી છે. હજુ એપલ તેનો લેટેસ્ટ આઇફોન 6 લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ત્યારે સ્પર્ધામાં આ બન્ને ફ્લેગશીપ સ્માર્ટફોન કંપની માટે કેટલા ફાયદેમંદ સાબિત થાય છે તે જોવુ રહ્યુ.
Divyabhaskar.com

No comments:

Post a Comment